Karnataka News Live: કર્ણાટકમાં કુમારસ્વામી સરકારનું પતન, યેદિયુરપ્પા રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો
karnataka politics crisis: કર્ણાટક વિધાનસભામાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હવે અંતિમ તબક્કામાં છે. વિશ્વાસ મત રજૂ કરે એ પહેલા જ કુમારસ્વામી સરકારનું પતન થયું છે અને હવે ફરી એકવાર કર્ણાટકની શાસન ધુરા ભાજપના હાથમાં આવી શકે એમ છે. ભાજપના નેતા યેદિયુરપ્પા સરકાર બનાવવાનો દાવો કરી શકે એમ છે.
નવી દિલ્હી: કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટનો પડદો ઉઠી ગયો છે. મંગળવારે મોડી સાંજે છેવટે આ સમગ્ર નાટકનો અંત આવ્યો છે. મંગળવારે ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીની સરકાર અસફળ રહી અને બહુમત સાબિત ન કરી શકવાની સ્થિતિમાં છેવટે 14 માસથી ચાલી રહેલી જેડીએસ કોંગ્રેસની સરકારનું પતન થયું છે. આ સાથે કુમાર હવે કર્ણાટકના સ્વામી રહ્યા નથી તો બીજી તરફ ભાજપના નેતા યેદિયુરપ્પા સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકારનું પતન થવાથી ભાજપે કહ્યું કે છેવટે લોકતંત્રની જીત થઇ છે.
કર્ણાટકમાં ભાજપ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે રાજ્યપાલ વજુભાઇ વાળાને મળશે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન અને અમિત શાહ સાથે આ મામલે ચર્ચા કરીશ અને બાદમાં રાજ્યપાલને મળીશ. યેદિયુરપ્પાએ મંગળવારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, અમે ધારાસભ્ય દળની બેઠક કરવા જઇ રહ્યા છીએ.
કર્ણાટક વિવાદનો જાણો સમગ્ર ઘટનાક્રમ